હવે ગણતરીના દિવસોમાં જ ગુજરાત સરકારના 2011-12ના વર્ષ માટેના બજેટમાં વિકાસની નવી તરાહ અને નવી સીમા રેખાઓનો નકશો રજૂ થશે. ગુજરાત સમગ્ર દેશનું 'ગ્રોથ એન્જિન' બની ચૂક્યું છે. નવા વર્ષે તેની આવક અનેકગણી વધે એ માટેના પ્રયાસો થશે. અનેક નવા કાર્યક્રમો નવી નીતિઓ, યોજનાઓ જાહેર થશે. દરમિયાન વર્તમાન સમયમાં ગુજરાત વિકાસની દિશામાં આગળ વધી રહ્યું છે. તેના પર એક નજર કરવાનું રસપ્રદ રહેશે. આ રહ્યો એ સંપુટ...
વિકાસ દર : રાષ્ટ્રના 9 ટકાના વિકાસ દર સામે ગુજરાતનો વિકાસદર 12.79 ટકા, સૌથી વધુ છે.
કૃષિ વિકાસ : રાષ્ટ્રના 2.5 ટકાના વિકાસ દર સામે ગુજરાતનો કૃષિ વિકાસદર 11.2 ટકા
માનવદિવસ : ભારતે ઔદ્યોગિક ક્ષેત્રે 46 લખથી વધુ માનવદિવસ ગુમાવ્યા. ગુજરાતે માત્ર 87000 માનવદિવસની ખોટ કરી.
ગ્રામ વીજળીકરણ : રાષ્ટ્રના 82 ટકાની સરેરાશ સામે ગુજરાતમાં 100 ટકા પૂરી.
માથાદીઠ વીજવપરાશ : રાષ્ટ્રના 704 કિલોવોટની સામે ગુજરાતમાં માથાદીઠ વીજવપરાશ બમણી 1414 કિલોવોટ.
રોજગારી : ભારતમાં રોજગાર વિનિમય કચેરીઓ દ્વારા અપાયેલી રોજગારી 1,77,000, જ્યારે એકલા ગુજરાતમાં 99,000 (56 ટકા)
ડ્રોપ આઉટ રેશિયો : રાષ્ટ્રીય 9.36 ટકાની સામે ગુજરાતમાં માત્ર 2.98 ટકા
માથાદીઠ આવક : રાષ્ટ્રની સરેરાશ માથાદીઠ આવક રૂ.33,283ની સામે ગુજરાતની માથાદીઠ સરેરાશ આવક R 45,773
સામાન્ય પગારદારની માસિક આવક : રૂ.12,200 અને કરવેરા : રૂ.2357
કેન્દ્ર સરકારની પોલિસી અને પ્રમોશન વિભાગના જણાવ્યા પ્રમાણે 1991થી 2008ના 17 વર્ષોમાં થયેલાં આઇઇએલ ઇન્ડસ્ટ્રીયલ એન્ટરપ્રેન્યોરીઅલ મેમોરેન્ડમની કુલ રકમમાં સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબરે છે.
રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયાના જણાવ્યા મુજબ રાજ્યની 100 યોજનાઓમાં કુલ રૂ.62,442 કરોડ આઇએમઆર (લગભગ 15 અબજ ડોલર)નું રોકાણ અંદાજાયું છે, જે દેશના કુલ રોકાણના 22 ટકા હિસ્સા સાથે ગુજરાતને પ્રથમ ક્રમે મૂકે છે.
પ્રોસેસ કરેલા હીરા અને દિવાલ ઘડિયાળનું વિશ્વનું સૌથી વધુ ઉત્પાદન ગુજરાત કરે છે. જામનગરની પેટ્રોલિયમ રિફાઇનરી વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી રિફાઇનરી છે. વૈશ્વિક સ્તરે ડેનીમ કાપડના ઉત્પાદનમાં પણ રાજ્યનો ત્રીજો નંબર છે. ભારતનું સૌથી મોટું કપાસ ઉત્પાદક રાજ્ય ગુજરાત છે.
વિવિધ ઔદ્યોગિક ક્ષેત્રો જેવાંકે રસાયણ, પેટ્રો રસાયણ, દવા-ઔષધ, ડેરી, સિમેન્ટ, સિરામિક, હીરા-ઝવેરાત, કાપડ અને ઇજનેરી ક્ષેત્રોમાં સમગ્ર દેશમાં ગુજરાતની જ નેતાગીરી છે.
'સેઝ' (સ્પેશિયલ ઇકોનોમી ઝોન) હેઠળ આવરી લેવાયેલા દેશના કુલ વિસ્તારમાં ગુજરાત પ્રથમ નંબરે છે. રાજ્યામાં 60 સેઝ મંજૂર થઇ ચૂક્યા છે. 'સ્પેશ્યલ ઇન્વેસ્ટમેન્ટ રિજિઅન (સર)', દિલ્હી-મુંબઇ ડેડીકેટેડ કોરીડોર, પેટ્રોલિયમ-કેમિકલ-પેટ્રોલિયમ ઇન્વેસ્ટમેન્ટ રિજિઅન, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સીટી (ગીફટ) અને નોલેજ કોરીડોર રાજ્યમાં વિશેષપણે સાકાર થઇ રહ્યા છે. રાજ્યમાં 202 ઔદ્યોગિક વસાહતો અને 83 'પ્રોડક્ટ કલસ્ટર' ઉભાં થયેલાં જ છે.
સમગ્ર રાજ્યમાં 2200 કિલોમીટરની ઇન્ટીગ્રેટેડ ગેસ ગ્રીડ ધરાવતું એકમાત્ર રાજ્ય ગુજરાત છે. ગુજરાત પેટ્રોલિયમ નિગમને આંધ્રના કૃષ્ણા-ગોદાવરી ક્ષેત્રમાં ગેસનો ઘણો મોટો જથ્થો મળી આવ્યો છે.
કેન્દ્રના ઉર્જા ખાતાના જણાવ્યા પ્રમાણે સમગ્ર દેશમાં વીજળીની સ્થાપિત ક્ષમતામાં ગુજરાત ત્રીજા નંબરે છે.
કુલ ઔદ્યોગિક ઉત્પાદનમાં ગુજરાતનો હિસ્સો 16 ટકા, કુલ નિકાસમાં 21 ટકા, શેરબજારના રોકાણમાં ભાગીદારી 30 ટકા.
કેન્દ્ર સરકારના પોતાના આંકડાશાસ્ત્ર અને કાર્યક્રમ અમલીકરણ વિભાગે 20 મુદ્દાના કાર્યક્રમના શ્રેષ્ઠ અમલ માટે ગુજરાતને 'નંબર-1' જાહેર કર્યું છે.
Friday, February 18, 2011
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment