Thursday, April 15, 2010

IPL - 3 : રમતનો વેપાર

>>> કોચીની ટીમ ૧૫૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમ આપીને ખરીદાઈ છે. જોઈએ કેટલી ઝડપથી વધે છે આઇપીએલનું સામ્રાજ્ય.

ipl_business_288ટ્વેન્ટી૨૦ ક્રિકેટ ઘણી જલદીથી મોટા કારોબારમાં ફેરવાઈ ગઈ છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઇ)ને ટીમો તથા પ્રસારણ અધિકારોથી થતી અબજો રૂપિયાની આવક તેને વિશ્વની સૌથી મોંઘી ટૂર્નામેન્ટની જમાતમાં સામેલ કરવા માટે પૂરતી છે. બોલિવૂડની ટોચની હસ્તીઓથી લઈને ઉદ્યોગના મોટા દિગ્ગજો તેની સાથે જોડાઈ ગયા છે. જેમ જેમ આઇપીએલમાં રોકાણ કરવામાં આવતી રકમ વધી રહી છે તેમ તેની પણ આંગળીઓ પણ ચિંધાવાનું શરૂ થઈ ગયું છે.

>>> દિવસે-દિવસે વધતો રૂઆબ

- આઇપીએલ-૩ની બ્રાન્ડનું મૂલ્ય ૪.૧૩ કરોડ ડોલર એટલે કે ૯,૦૦૦ કરોડ રૂપિયાનું આંકવામાં આવ્યું છે.
- આ આઇપીએલ-૨ના મૂલ્ય (૨.૦૧ અબજ ડોલર) કરતાં બે ગણાથી પણ વધારે છે.
- નામાંકિત કંપનીઓ બ્રાન્ડ ફાઈનાન્સે તેને વિશ્વના છઠ્ઠા સૌથી મોંઘા રમતના આયોજન તરીકે માન્યું છે.

>>> કેટલા દર્શકો આવશે તેનું અનુમાન
- ટેલિવિઝન પર ૨૦ કરોડ કરતાં વધારે.
- ઇન્ટરનેટ પર ૫૦ કરોડ.

>>> ટૂર્નામેન્ટનો સમય
- છ સપ્તાહનો સમય. પ્રત્યેક ટીમે ૧૪ મેચ રમવાની છે. આ ઉપરાંત સેમિફાઇનલ તથા ફાઇનલ પણ રમાશે.

>>> કેટલાનો વીમો ?
- ૭,૦૦૦ કરોડ રૂપિયા.

>>> ટાઇટલ સ્પોન્સરશિપ
- ડીએલએફની ૫૦૦ કરોડ રૂપિયામાં.

>>> સૌથી મોંઘી ટીમો

- પૂણે ( લગભગ ૧,૭૦૦ કરોડ રૂપિયા). આઇપીએલ-૪માં રમશે.
- કોચી (લગભગ ૧,૫૩૦ કરોડ રૂપિયા). આઇપીએલ-૪માં રમશે.
- મુંબઈ ઇન્ડિયન્સ (૫૧૦ કરોડ રૂપિયા). આ ટૂર્નામેન્ટના પ્રથમ તબક્કામાં રમી રહી છે.

>>> કોને કેટલી આવક થાય છે

બીસીસીઆઇ : ટીમોના અધિકાર હરાજી કરીને રૂપિયા કમાય છે. ટેલિવિઝન, ઇન્ટરનેટ, મોબાઇલ, થિયેટર્સમાં પણ પ્રસારણના મોટા સોદા કરવામાં આવે છે. બોર્ડને ૨૦૧૦માં ૭૦૦ કરોડ રૂપિયા કરતાં વધારે આવક થવાનો અંદાજ છે જે આઇપીએલ-૧ કરતાં ૪૦ ટકા વધારે છે.

>>> પ્રસારણકર્તા
- સેટમેક્સ (સોની)એ ૧૦ વર્ષના પ્રસારણ અધિકાર ચાર હજાર કરોડમાં ખરીધા છે.

>>> પ્રમોટર્સ-માલિક
- ઔધોગિક જૂથો, ફિલ્મસ્ટાર્સ, અન્ય ટીમો તથા ખેલાડીઓની બોલી લગાવે છે. તેમને પ્રાયોજન અધિકાર વેચવાથી આવક થાય છે. ટીવી પ્રસારણના અધિકારોમાંથી બીસીસીઆઈને થતી આવકનો હિસ્સો તેમને મળે છે.

>>> સટ્ટાબાઝાર
- ૫૦૦કરોડ રૂપિયાનો સટ્ટો આઇપીએલ-૩ની દરેક મેચમાં લાગી રહ્યો છે. સેમિફાઈનલ-ફાઇનલમાં આ રકમ વધી શકે છે.
- ૩૦,૦૦૦ થી વધુના દાવ લાગવાનું અનુમાન છે સ્પર્ધાની ૬૦ મેચમાં.

>>> કમાણીના નવા નવા નુસખા
બીસીસીઆઈએ ઇન્ટરનેટ પર મેચોના લાઈવ પેકેજિંગ માટે યુ-ટયૂબ (ગુગલ) સાથે ૮૦ કરોડ રૂપિયામાં સોદો કર્યોછે. યુએફઓ મૂવીઝે થિયેટરમાં મેચ દર્શાવવાના અધિકાર ખરીધા છે. કલર્સ ચેનલે ત્રણ વર્ષ માટે ૧૦૦ કરોડ રૂપિયા ચૂકવ્યા છે.

>>> ક્રિકેટ એસોસિયશેન
આ મેચોના આયોજનનો ચાર્જ ભોગવે છે. તેને ભરપાઈ કરવા માટે ટિકિટ અને જાહેરાતની જગ્યા વેચે છે.

>>> ખેલાડી
આઇપીએલમાં વિવિધ ફ્રેન્ચાઈઝી માટે રમી રહેલા એ-ગ્રેડના ખેલાડીઓને આ સિઝનમાં ૧૪ મેચ રમવા માટે અંદાજે પાંચ કરોડ રૂપિયા મળશે.
source : http://www.divyabhaskar.co.in/2010/04/14/ipl---3-playing-business-872468.html

No comments:

Post a Comment