વિશ્વનું સૌથી મોટુ Underwater Museum
શું તમે ક્યારેય દરિયામાં રહેલા સંગ્રહાલયની મુલાકાત લીધી છે? ના તો પછી તૈયાર થઇ જાઓ અમારી સાથે... અમે તમને મુલાકાત કરાવીશું દુનિયાના સૌથી મોટા અંડરવોટર મ્યુઝિયમની.
મેક્સિકોના કેનકનમાં દુનિયાનું સૌથી મોટુ અંડરવોટર સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે. કેનકનના ઇસ્લા મુજેરિસના નેશનલ પાર્ક વેસ્ટ કોસ્ટ ખાતે કેરેબિયન સાગરમાં આ સંગ્રહાલય બનાવવામાં આવ્યું છે.
કેનકનને તેની સુંદરતાને કારણે પહેલેથી જ ઉત્તમ ટુરિસ્ટ પ્લેસ માનવામાં આવી રહ્યું છે. અને જ્યારથી કેનકનમાં આ અંડરવોટર મ્યુઝિયમની શરૂઆત થઇ છે ત્યારથી પ્રવાસીઓ વિક્રમજનક સંખ્યામાં ત્યાં જઇ રહ્યા છે.
દર વર્ષે આ જગ્યાએ સાત લાખ કરતાં પણ વધારે પ્રવાસીઓ મુલાકાતે આવે છે. આ સંગ્રહાલયમાં આશરે 400 જેટલા કોંક્રિટની મૂર્તિઓ મુકવામાં આવી છે.
source : http://divyabhaskar.com
No comments:
Post a Comment